વિદ્યારંભસંસ્કાર - પ્રાચીન શિક્ષણ પદ્ધતિ મુજબ ૧૬ સંસ્કાર માનો એક સંસ્કારની ઉજવણી . AC હોલમાં સંગીત અને ટેકનોલોજી ના સમન્વય દ્વારા વિવિધતા સભર યોજાતી દૈનિક "વંદના". અરુણથી ધોરણ ૨ માં એક્ટિવિટી અનુરૂપ "પ્રજ્ઞા" માટેનું જાતે શીખે તેનો નુતન અભિગમ. પાયોથી જ લેશન ડાયરી તથા સાપ્તાહિક યુનિટ ટેસ્ટ અને ટેકનોલોજીના માધ્યમથી વાલીઓને જાણ. વિદ્યાલયમાં વૈદિક ગણિતના શિક્ષણની વ્યવસ્થા દરેક વિદ્યાર્થીઓ ઉપર વ્યક્તિગત શિક્ષણમાં ધ્યાન. જીવન વિકાસ પોથી ના (પાંચ આધારભૂત વિષય) યોગ આસન પ્રાણાયામ અને ધ્યાન દ્વારા અપાતું સ્વાસ્થ્યપ્રદ શિક્ષણ. નબળા બાળકોને અલગ શિક્ષણ તેમજ નિ:શુલ્ક વર્ગની વ્યવસ્થા. ધોરણ 1 થી 10 માં દરેક વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા તાસ પદ્ધતિથી શિક્ષણ દરેક શિક્ષકોને અધ્યયન અધ્યાપનની દર મહિને ખાસ તાલીમ. દરેક રમતના સાધનો, બગીચો, તથા વિશાળ રમત ગમતનું મેદાન. સ્પોર્ટ શિક્ષકો દ્વારા દોડ, ટેબલ ટેનિસ, કુસ્તી તેમજ DLSS ની તૈયારી. ધોરણ પાંચ થી આઠ માં નવોદય રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પરીક્ષાઓ જેવી પરીક્ષાઓની પ્રધાનાચાર્ય દ્વારા તૈયારી. વિજ્ઞાન મેળો તથા બાળ રમોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો તેમજ મૂલ્યલક્ષી શિક્ષણ માટે દરેક તહેવારોની ઉજવણી. સમયાંતરે ટ્રસ્ટી પ્રધાનાચાર્ય તેમાં શિક્ષકો દ્વારા વાલી મિટિંગ તથા વાલી સંપર્ક દ્વારા વિદ્યાર્થીઓના વિદ્યાલય વિકાસ અંગે ચર્ચા અને અમલ. શાળામાં વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા, સર્જનાત્મક સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધા નું આયોજન. આધુનિક કમ્પ્યુટર લેબ ની સાથે અધતન સ્માર્ટ ક્લાસ ની સુવિધા. પ્રધાનાચાર્ય દ્વારા બાલિકા શિક્ષણ વર્ગ. દર મહિને બાળકોના જન્મદિન નિમિત્તે અગ્નિહોત્ર યજ્ઞ દ્વારા ઉજવણી તેમજ સુવર્ણપ્રાશન આયુર્વેદિક ટીપા (0 થી 12) વર્ષના બાળકો માટે. સંસ્કાર સાથેનું શિક્ષણ તેમજ કાર્યક્રમમાં અધિકારીશ્રી દ્વારા શાળાની ગુણવત્તાની ચકાસણી.
સફળ અને સુખી વ્યક્તિઓ એક સફળ રાષ્ટ્રનું નિર્માણ કરે છે. પરંતુ સફળતા, લક્ષ્યો પ્રાપ્તિ અને સુખી અને સંઘર્ષપૂર્ણ જીવન જીવવાના તમારા મિશનને પૂર્ણ કરવામાં શું મદદ કરે છે? તે મજબૂત પાયો બીજું કંઈ નહીં પણ સારું શિક્ષણ છે. કારણ કે શિક્ષણ એ વ્યક્તિ, રાષ્ટ્ર અને વિશ્વભરની માનવતાની સૌથી મોટી સેવા છે.
અમે જે વિષયો શીખવીએ છીએ તે ફક્ત બહુ-પરિમાણીય યોગ્યતા અને આનંદમય જીવન કૌશલ્ય જેવા લક્ષ્યોને પ્રાપ્ત કરવાના માધ્યમ છે. હું માનું છું કે શિક્ષણ એ જ છે."
વિદ્યાલયએ શૈક્ષણિક અને રમતગમત બંનેમાં સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં નામ અને ખ્યાતિ મેળવી છે.
પ્રમુખશ્રી, ડો. હેડગેવાર સ્મૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ, વેરાવળ
શ્રી સરસ્વતી વિદ્યાલય ના પ્રધાન આચાર્ય તરીકે મારો પ્રાથમિક ધ્યેય બાળકોનો સર્વાંગી વિકાસ છે. 21 મી સદીના કારકિર્દીના ક્ષેત્રમાં દરેક વિદ્યાર્થી સફળતાની ટોચ પર પહોંચવા સક્ષમ થાય અને દરેક વિદ્યાર્થીની વિચારશક્તિ વધે તથા જીવનમાં આવનારા પડકારોને ઝીલવા તેમજ નવ સંશોધનો કરવા માટે તૈયાર થાય તે પ્રકારનું શિક્ષણ અમારી શાળામાં આપવામાં આવી રહ્યું છે. શાળાનું મુખ્ય હેતુ દરેક વિદ્યાર્થીને ઉત્તમ શિક્ષણ પ્રદાન થાય તથા તેઓ આર્થિક રૂપથી સક્ષમ તેમ સ્વાલંબી ભારતીય નાગરિકના રૂપમાં સુસજજ બને તથા તેની સાથે અનુશાસન અને શ્રેષ્ઠ ચારિત્ર્યના નિર્માણ દ્વારા તેમનો સર્વાંગી વિકાસ થાય તે છે તેથી જ કહેવાય છે કે "સંસ્કાર સાથે શિક્ષણનું ધામ એટલે શ્રી સરસ્વતી વિદ્યાલય વેરાવળ" અમારી શાળામાં અનુભવી શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના બોધાત્મક, રચનાત્મક અને ભાવાત્મક વિકાસ થાય તે માટે સક્ષમ પ્રયત્નો કરવામાં આવે છે આ માટે શાળામાં શૈક્ષણિક સહઅભ્યાસિક તથા સદભાગીદારીને લગતી પ્રવૃત્તિઓ જેવી કે સંસ્કૃતિ પ્રોગ્રામ, રમતગમત ના અભ્યાસ વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવે છે.
પ્રધાનચાર્યશ્રી, શ્રી સરસ્વતી વિદ્યાલય, પ્રાથમિક તથા માધ્યમિક
ડો હેડગેવાર સ્મૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શિશુ વાટિકા વિભાગ માં બાળકો ને જીવન માં શિક્ષણ અને સંસ્કાર સાથે નૈતિક મૂલ્યો તેમજ દરેક તહેવાર ની સાચી સમજણ સાથે ઉજવણી કરી સાચા અર્થ માં દેશ ના ભાવિ નાગરિક નું ઘડતર કરવાના ઉદ્દેશ્યમાં મારી સેવા આપવાનું સૌભાગ્ય મને ૧૯૯૨ ના વર્ષ દરમિયાન પ્રાપ્ત થયું શરૂઆત ના ૮ વર્ષ આચાર્ય તરીકે ની સેવા પ્રદાન કર્યા બાદ હાલ હું શિશુ વાટિકા માં પ્રધાનાચાર્ય તરીકે ની સેવા પ્રદાન કરુ છું. શરૂઆત માં ભાડા ના મકાન થી લઈ આજે સંસ્થા ના વિરાટ અને વટવૃક્ષ જેવા સંકુલ માં હું છેલ્લા ૩૩ વર્ષથી સમાજ ના જવાબદાર નાગરિક ના ઘડતર માં મારો ફાળો આપી રહી છું તે બદલ ગૌરવ ની લાગણી અનુભવી રહી છું. શિક્ષક ને શિક્ષક હોવાનો ગર્વ તેમજ શૈક્ષણિક સંસ્થા માં જેમ મંદિર ને શિલ્પી તેની કળા વડે નિખારે છે તેવીજ રીતે બાળકો ના ભાવિ ઘડતર માં મારાથી થાય તેટલો સહયોગ આપવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયેલ છે. મારા કાર્યે કાળ દરમિયાન સંસ્થા માં સહભાગી રહેલ દરેક ભુતપૂર્વ અધિકારીશ્રી ઓ તથા હાલ ના ટ્રસ્ટી ગણ નો મને પરીવાર ના સભ્ય જેટલો જ સહકાર મળેલ છે અને જ્યાં પણ અને જયારે પણ માર્ગદર્શનની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે ત્યારે મને સાચું માર્ગદર્શન તથા સહયોગ પ્રાપ્ત થયેલ છે. તે બદલ હું તેમની ઋણી છું
પ્રધાનચાર્યશ્રી, શ્રી સરસ્વતી વિદ્યાલય, શીશુવાટીકા