ભારતમાં વિદ્યાભારતી શરૂઆત 1952માં (ઉત્તરપ્રદેશ) ના ગોરખપુરમાં એક નાનકડા સરસ્વતી શિશુ મંદિર ની સ્થાપના કરી હતી. 1977 માં વિદ્યા ભારતીય અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. ભારતમાં 25000 વિદ્યાલય કાર્યરત છે ઓછા ખર્ચમાં અને સંસ્કાર સાથે બાળકના સર્વાંગી વિકાસનું માધ્યમ છે. વિદ્યા ભારતીનું સપનું છે કે ભારતનો દરેક નાગરિક મૂલ્ય આધારિત શિક્ષણ અને નૈતિક મૂલ્યોથી શિક્ષિત અને સમૃદ્ધ બને આ સ્વપ્ન અને સાકાર કરવા માટે વિદ્યાભારતી એ તેની શાળાઓમાં નૈતિક મૂલ્યો આધારિત શિક્ષણ પર ભાર મૂક્યો છે. ગુજરાતમાં કુલ 414 વિદ્યા ભારતીની વિદ્યાલયો છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક ડો. કેશવરાવ બલીરામ હેડગેવારજીની સ્મૃતિમાં ટ્રસ્ટીની સ્થાપના સને ૧૯૯૧માં કરવામાં આવી. સમાજના સર્વાણિ વિકાસ માટેની દરેક પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરીને સમાજોત્થાતમાં સહયોગી થવાતું આ સંસ્થાનું મુખ્ય ધ્યેય છે.
આ સંસ્થા દ્વારા જૂન ૧૯૯૧ માં ભારતીય સંસ્કૃતિ તે અનુરૂપ સંસ્કારો પ્રદાન કરવા શિક્ષણ આપવાના ઉદ્દેશ્યથી ડૉ. હેડગેવાર સ્મૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરસ્વતી વિધાલય ના નામથી પ્રાથમિક શાળાની શરૂઆત વેરાવળમાં કરવામાં આવી જેનો સમય બધ્ધ વિકાસ થતાં વર્તમાતમાં ધો. ૧ થી ૧૦ સુધીનું શિક્ષણ આપવામાં આવે છે.
વિદ્યારંભસંસ્કાર - પ્રાચીન શિક્ષણ પદ્ધતિ મુજબ ૧૬ સંસ્કાર માનો એક સંસ્કારની ઉજવણી . AC હોલમાં સંગીત અને ટેકનોલોજી ના સમન્વય દ્વારા વિવિધતા સભર યોજાતી દૈનિક "વંદના". અરુણથી ધોરણ ૨ માં એક્ટિવિટી અનુરૂપ "પ્રજ્ઞા" માટેનું જાતે શીખે તેનો નુતન અભિગમ. પાયોથી જ લેશન ડાયરી તથા સાપ્તાહિક યુનિટ ટેસ્ટ અને ટેકનોલોજીના માધ્યમથી વાલીઓને જાણ. શાળામાં વૈદિક ગણિતના શિક્ષણની વ્યવસ્થા દરેક વિદ્યાર્થીઓ ઉપર વ્યક્તિગત શિક્ષણમાં ધ્યાન. જીવન વિકાસ પોથી ના (પાંચ આધારભૂત વિષય) યોગ આસન પ્રાણાયામ અને ધ્યાન દ્વારા અપાતું સ્વાસ્થ્યપ્રદ શિક્ષણ. નબળા બાળકોને અલગ શિક્ષણ તેમજ નિ:શુલ્ક વર્ગની વ્યવસ્થા. ધોરણ 1 થી 10 માં દરેક વિષયના નિષ્ણાંત શિક્ષકો દ્વારા તાસ પદ્ધતિથી શિક્ષણ દરેક શિક્ષકોને અધ્યયન અધ્યાપનની દર મહિને ખાસ તાલીમ. દરેક રમતના સાધનો, બગીચો, તથા વિશાળ રમત ગમતનું મેદાન. સ્પોર્ટ શિક્ષકો દ્વારા દોડ, ટેબલ ટેનિસ, કુસ્તી તેમજ DLSS ની તૈયારી. ધોરણ પાંચ થી આઠ માં નવોદય રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પરીક્ષાઓ જેવી પરીક્ષાઓની પ્રધાનાચાર્ય દ્વારા તૈયારી. વિજ્ઞાન મેળો તથા બાળ રમોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો તેમજ મૂલ્યલક્ષી શિક્ષણ માટે દરેક તહેવારોની ઉજવણી. સમયાંતરે ટ્રસ્ટી પ્રધાનાચાર્ય તેમાં શિક્ષકો દ્વારા વાલી મિટિંગ તથા વાલી સંપર્ક દ્વારા વિદ્યાર્થીઓના શાળા વિકાસ અંગે ચર્ચા અને અમલ. શાળામાં વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધા, સર્જનાત્મક સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધા નું આયોજન. આધુનિક કમ્પ્યુટર લેબ ની સાથે અધતન સ્માર્ટ ક્લાસ ની સુવિધા. પ્રધાનાચાર્ય દ્વારા બાલિકા શિક્ષણ વર્ગ. દર મહિને બાળકોના જન્મદિન નિમિત્તે અગ્નિહોત્ર યજ્ઞ દ્વારા ઉજવણી તેમજ સુવર્ણપ્રાશન આયુર્વેદિક ટીપા (0 થી 12 ) વર્ષના બાળકો માટે. સંસ્કાર સાથેનું શિક્ષણ તેમજ કાર્યક્રમમાં અધિકારીશ્રી દ્વારા શાળાની ગુણવત્તાની ચકાસણી.