95745 38070

ઇન્સ્કુલ પ્રોજેક્ટ

ઇન્સ્કુલ પ્રોજેક્ટ

કાર્યરત શાળાઓઃ

આ યોજના અંતર્ગત રાજ્યના ૩૩ જીલ્લાઓમાંથી વર્ષ ૨૦૧૫-૧૬ થી ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩માં કુલ ૨૩૯ શાળાઓ (ઇનસ્કુલ/ટ્રાયબલ ઇનસ્કુલ) પસંદ કરવામાં આવેલ છે. આ યોજના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા નિયુકત કરવામાં વિવિધ ટી.એસ.પી. એજન્સીઓ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવે છે. પસંદ થયેલ શાળાઓમાં વિવિધ રમતના કુલ ૪૪૫ ટ્રેનરો દ્વારા ૧,૨૪, ૬૦૦ ખેલાડીઓને તાલીમ આપવામાં આવે છે. આ યોજના અંતર્ગત વિવિધ રમતના હેડકોચ, એકસપર્ટ કોચ કે અન્ય કોચ સાથે કો-ઓર્ડીનેશન જળવાય તે માટે ટ્રેનરની પસંદગી કરવા સારું એજન્સી દ્વારા ત્રિ-દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવે છે.

શિક્ષણ સાથે રમતના સમન્વય યોજના અંતર્ગત ઇન સ્કુલ પ્રોગ્રામ

ગુજરાત સરકાર દ્વારા તા.૪/૮/૨૦૧૪ના ઠરાવ ક્રમાંક:એસએજી/ ૧૦૨૦૧૩ /૨૪૧૪/બ થી શિક્ષણ સાથે રમતના સમન્વય માટેની યોજના અંતર્ગત રાજયની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ”ઇન સ્કુલ” યોજના વર્ષ ૨૦૧૪-૧૫થી કાર્યાન્વિત કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૭-૧૮માં આદિજાતિ ઇનસ્કુલ યોજનાને શિક્ષણ સાથે રમતના સમન્વય માટેની યોજનાના ટ્રાયબલ વિસ્તારના જીલ્લાઓની સાથે સમાવેશ કરવામાં આવેલ હોવાથી આ બંને યોજનાને એક જ ગણવાની રહે છે.

હેતુ:-

રાજયમાં રમતગમતના વિકાસ માટે શાળા કક્ષાએથી રમતનો વ્યાપ વધે તે માટે પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને શિક્ષણ સાથે રમતગમતની તાલીમ આપવામાં આવે તો રાજયમાં રમતગમતનું સ્તર ઉંચું આવે તેવા ઉમદા હેતુસર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી શિક્ષણ સાથે રમતના સમન્વય યોજના અંતર્ગત રાજયની ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ શાળાઓમાં “ઇન સ્કુલ’ પ્રોગ્રામ વર્ષ ૨૦૧૪-૧૫ થી કાર્યાન્વિત કરવામાં આવેલ છે.

શાળાની પસંદગીના ધોરણોઃ-

(૧) પ્રથમ પ્રાથમિક શાળાને પ્રાધાન્ય આપવામાં આવશે

(૨) શાળા ઓછામાં ઓછી ૩ વર્ષથી કાર્યાન્વિત હોવી જોઇએ.

(૩) મહાનગર પાલિકામાં શાળાના વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી સંખ્યા ૫૦૦ અને તાલુકા સ્તરે ૨૫૦ સંખ્યા હોવી જોઇએ.

(૪) તાલુકા મુજબ એક, નગરપાલિકા કક્ષાએ બે અને મહાનગરપાલિકા કક્ષાએ ૫ શાળાની પસંદગી કરવામાં આવશે.

યોજના દ્વારા થતી કામગીરી :-

આ યોજના અંતર્ગત ધોરણ-૧ થી ધોરણ-૮ના ખેલાડીઓને મોટર એબીલીટી અને સ્કીલ ડેવલોપ કરવાના પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. ત્યારબાદ વય પ્રમાણે મલ્ટી સ્પોર્ટસ એકસ્પોઝર આપવામાં આવે છે. આ શાળાઓ જીલ્લા સ્પોર્ટસ સ્કુલ માટેની નર્સરી તરીકે કામ કરે છે, અને આ યોજના આઉટ સોર્સીંગ ટી.એસ.પી. એજન્સી દ્વારા સંચાલન કરવામાં આવે છે. જરૂર પ્રમાણેના સાધનો અને મેદાન વિગેરે માટે કેપીટલ ખર્ચ કરવામાં આવે છે. આ યોજના હેઠળ આઉટ સોર્સીંગ ટી.એસ.પી. એજન્સી સારું પરિણામ આપે તે માટે તેમને પ્રોત્સાહિત કરવાનો સમાવેશ થયેલ છે.